મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Ph.D. પરીક્ષાને લઈને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિવાદ

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની Ph.D. પ્રવેશ પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો

તસવીર: gstv

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની Ph.D. પ્રવેશ પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો છે. NSUI કાર્યકરોએ પરીક્ષા દરમિયાન CCTVની વ્યવસ્થા ન હોવાનો અને સીટો વેચાઈ હોવાના ગંભીર આક્ષેપો કરી વિરોધ નોંધાવ્યો હતો. કુલપતિની ઓફિસ બહાર રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. NSUIએ 15 દિવસનું અલ્ટીમેટમ આપી માંગ નહીં સંતોષાય તો આંદોલન અને ગેટ ઘેરાવની ચીમકી આપી છે. જોકે, યુનિવર્સિટી તંત્રે તમામ આક્ષેપો ફગાવી પરીક્ષા પ્રક્રિયા નિયમ મુજબ અને રૂટિન હોવાનો દાવો કર્યો છે. તંત્રના જણાવ્યા મુજબ લેખિત પરીક્ષા બાદ પરિણામ જાહેર થશે અને DRC ઇન્ટરવ્યુના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો