VIDEO: NEET UG 2026ની પુનઃપરીક્ષાને વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત, વાલીઓ માટે ખાસ 'કૂલિંગ ઝોન' બનાવવામાં આવ્યા
સોર્સ : GSTV
દિલ્હીમાં NEET UG 2026ની પુનઃપરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પાંડરા રોડ સ્થિત સીએમ શ્રી સ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓ માટે ખાસ 'કૂલિંગ ઝોન' બનાવવામાં આવ્યા છે, જેથી તેમને રાહત મળી શકે. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિદ્યાર્થીઓ માટે તમામ જરૂરી સુવિધાઓ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના પોતાની પરીક્ષા આપી શકે...

