મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં આકરા તાપથી લોકો અકળાયા, લોકોએ ગરમીથી બચવા ઠંડા પીણાંનો લીધો સહારો

ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં આકાશમાંથી વરસતી અગનગોળા જેવી કાળઝાળ ગરમીને

ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં આકાશમાંથી વરસતી અગનગોળા જેવી કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે પાટણમાં પણ હીટવેવથી બચવા માટે લોકો માથે ટોપી અને આંખોના રક્ષણ માટે ગોગલ્સનો સહારો લઈ રહ્યા છે, જ્યારે મહિલાઓ અને યુવતીઓ મોઢા પર દુપટ્ટો બાંધીને ગરમીથી રક્ષણ મેળવવાના પ્રયાસો કરી રહી છે.

શરીરનું તાપમાન જાળવી રાખવા માટે બજારમાં ઉનાળુ ફળો જેવા કે ગોરસ આંબલી, રાયણ, કાકડી, તાડફળી, સક્કરટેટી, તરબૂચ અને કેરીનું આગમન થયું છે, તો તૃષા છિપાવવા માટે ઠંડા પીણાં, છાશ, શેરડીનો રસ અને શરબતની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. વધતી જતી માંગને કારણે આ તમામ ચીજવસ્તુઓના ભાવમાં ૨૦% જેટલો તોતિંગ વધારો નોંધાયો હોવા છતાં, ગરમીથી રાહત મેળવવા લોકો આ ચીજોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આમ, આકરા તાપ અને મોંઘવારી વચ્ચે પણ નગરજનો પોતાની રીતે ગરમી સામે લડત આપી રહ્યા છે.

આ સમાચાર શેર કરો