મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'મારું ઘર, મારું સ્વાભિમાન' મુદ્દે AMC ખાતે લોકોએ દર્શાવ્યો વિરોધ, કહ્યું-ભાજપ નેતાઓના ગેરકાયદેસર બાંધકામ તોડો

'મારું ઘર, મારું સ્વાભિમાન' મુદ્દે રખિયાલ, બાપુનગર અને મકરબાના રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરે

'મારું ઘર, મારું સ્વાભિમાન' મુદ્દે રખિયાલ, બાપુનગર અને મકરબાના રહીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભેગા થઈને વિરોધ દર્શાવ્યો હતો. આ આંદોલન માત્ર અમદાવાદમાં જ નહીં, પરંતુ આખા ગુજરાતમાં ચાલશે તેવી જિગ્નેસ મેવાણી દ્વારા ઘોષણા કરવામાં આવી છે. 

સ્થાનિક લોકોએ માંગ કરી છે કે સરકાર અને પ્રશાસને ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને તોડવાનું કામ કરવું જોઈએ, જ્યારે ગરીબોના છાપરાં તોડવાની કામગીરી બંધ કરવી જોઈએ.આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ધરણા તેમજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો આ કાર્યક્રમમાં જોડાવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો