VIDEO: નવસારીમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીમાં શેકાયા
નવસારી જિલ્લામાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે સ

નવસારી જિલ્લામાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે સ્ટેશન રોડ પર માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. નાસ્તાના વ્યવસાય સાથે સંકળાયેલા વિશાલ બારોટ નામના યુવાને ૧૨ થી ૧૬ મે દરમિયાન સવારે ૯ થી બપોરના 2 વાગ્યા સુધી રાહદારીઓ અને મુસાફરો માટે નિઃશુલ્ક ખમણ અને છાશના વિતરણનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. દરરોજ અંદાજે ૧૦૦ કિલો ખમણ અને ઠંડી છાશ પીરસીને તેઓ ૫૦૦થી વધુ લોકોની જઠરાગ્નિ ઠારી રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારે નોકરીએ જતા લોકો અને રિક્ષાચાલકો માટે આ સેવા આશીર્વાદરૂપ બની છે, જેના કારણે સ્થાનિકો અને મુસાફરો આ યુવાનની સેવાભાવનાને હૃદયપૂર્વક બિરદાવી રહ્યા છે.

