મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાપુતારા ખાતે દિવસભર ઠંડા પવનો ફૂંકાતા આહલાદક માહોલ, પ્રવાસીઓનો આનંદ બેવડાયો

રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ગિરિમથક સાપુતાર

તસવીર: gstv

રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ફૂંકાતા ઠંડા પવનોને કારણે અહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પર ઉનાળું વેકેશન જામી રહ્યું છે, જ્યાં પ્રવાસીઓ પેરાગ્લાઈડિંગ, ઝિપ લાઈન, રોપવે અને નૌકાવિહાર જેવી એડવેન્ચર એક્ટિવિટીઝની મજા માણી રહ્યા છે. આ પ્રવાસન પ્રવૃત્તિઓથી સ્થાનિકોને રોજગારીની નવી તકો મળી છે. જોકે, બીજી તરફ પેટ્રોલ-ડીઝલની અછતની અસમંજસને કારણે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે, જેના લીધે હોટલ ઉદ્યોગ સહિતના નાના ધંધાર્થીઓ હાલ મંદીનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો