મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પાલક્કાડ: રેલ્વે ડિવિઝનના વિભાજનના વિરોધમાં DYFI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન

કેરળના પાલક્કાડમાં રેલ્વે બોર્ડ દ્વારા પાલક્કાડ રેલ્વે ડિવિઝનનું વિભાજન કરીને તેના

તસવીર: gstv

કેરળના પાલક્કાડમાં રેલ્વે બોર્ડ દ્વારા પાલક્કાડ રેલ્વે ડિવિઝનનું વિભાજન કરીને તેના કેટલાક વિસ્તારોને મૈસૂર ડિવિઝનમાં ટ્રાન્સફર કરવાના નિર્ણય સામે ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ડીવાયએફઆઈના કાર્યકરોએ પાલક્કાડ ખાતે આવેલી ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસ બહાર વિશાળ માર્ચ યોજીને ઘેરાબંધી કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓએ કેન્દ્ર સરકાર અને રેલ્વે બોર્ડ વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ સિક્યુરિટી બેરિકેડ્સ તોડીને ઓફિસ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સંગઠનનો આરોપ છે કે આ વિભાજન કેરળના રેલ્વે વિકાસ અને હિતો માટે નુકસાનકારક છે. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. ડીવાયએફઆઈએ ચીમકી આપી છે કે જ્યાં સુધી રેલ્વે બોર્ડ આ વિભાજનનો નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.

આ સમાચાર શેર કરો