મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ભારતીય સેનાનું પરાક્રમ જોઇને પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી', કાનપુરમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુરમાં 47,700 કરોડની 17 પરિયોજનાઓનું લોકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુરમાં 47,700 કરોડની 17 પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે, આ કાર્યક્રમ પહેલા 24 એપ્રિલે યોજાવાનો હતો પરંતુ પહેલગામ હુમલાને કારણે કાનપુરનો પ્રવાસ રદ કરવો પડ્યો. પહેલગામના આતંકી હુમલામાં આપણા કાનપુરના પુત્ર શુભમ દ્વિવેદી પણ આ બર્બરતાનો શિકાર થયો હતો. તે દીકરી અસાન્યાની તે પીડા, તે કષ્ટ અને અંદરનો આક્રોશ આપણે અનુભવી શકીએ છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, Operation Sindoorના રૂપમાં આખી દુનયિાએ જોયું છે. આપણે પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા અને ઘરમાં ઘુસીને હજારો માઇલ અંદર જઇને નષ્ટ કર્યા. આપણી સેનાએ એવુ પરાક્રમ બતાવ્યું કે પાકિસ્તાની સેના યુદ્ધ રોકવાની ભલામણ કરવા લાગ્યુ.

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી. ભારતે આતંક વિરૂદ્ધ પોતાની લડાઇમાં ત્રણ સૂત્ર નક્કી કર્યા છે.

  • ભારત દરેક આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપશે, તેનો સમય, જવાબ આપવાની રીત અને જવાબ આપવાની શરતો આપણી સેના નક્કી કરશે.
  • ભારત હવે એટમ બોમ્બની ધમકીથી ડરવાનું નથી અને નહીં તો તેના આધારે કોઇ નિર્ણય લેશે.
  • આતંકના આકા અને આતંકથી ઘેરાયેલી સરકારને ભારત એક નજરથી જ જોશે.

આ સમાચાર શેર કરો