મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિદેશી મહેમાનો ભારતમાં હોય ત્યારે આવા હલકા કૃત્યો કરે છે પાકિસ્તાન: નીતિન પટેલ

કાશ્મીરના પહેલગામ હુમલા મુદે પૂર્વ ડે. સીએમ નીતિન પટેલનું નિવેદન આવ્યું

કાશ્મીરના પહેલગામ હુમલા મુદે પૂર્વ ડે. સીએમ નીતિન પટેલનું નિવેદન આવ્યું છે. તેમણે આ હુમલાને વખોડતા પાકિસ્તાનની પણ ઝાટકણી કરી છે. ભારતના અનેક રાજ્યમાંથી આવેલા યાત્રિકો પર હુમલો થયો છે. આતંકવાદીઓએ નામ ધર્મ પૂછી ઠાર કર્યા છે. 26 લોકોના આ હુમલામાં મોત થયા છે. પાકિસ્તાન હંમેશા સતત જયારે ભારતમાં શાંતિ હોય ત્યારે જ આવા કટ્ટરવાદીઓ દ્વારા હુમલા કરાવે છે 

વિદેશી મહેમાનની ભારતમાં હાજરી હોય ત્યારે હુમલા કરે છે આ આતંકવાદીઓ કાશ્મીર સુરક્ષિત નથી એવું સાબિત કરવા માંગે છે. દુનિયામાં શક્તિશાળી નેતાઓ પણ આ હુમલાની નોંધ લીધી છે. અમેરિકાને પણ સંદેશ આપ્યો કે તમે ભલે ભારતની મુલાકાત કરતા રહો. અમે આવા હુમલાઓ કરીશું.  

જણાવી દઈએ કે, આ પહેલગામ હુમલામાં ગુજરાતના 3 નાગરિકોના પણ મોત થયા છે. આ હુમલાખોરો સામે સરકાર કડક પગલા લે તેવી કરોડો હિંદુઓ માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન જિંદગી ભર ન ભૂલી શકે તેવો દાખલો બેસાડવામાં આવશે. જણાવી દઈએ કે, થોડા સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે એક રૂટ અહીંયાંથી પસાર થાય છે. જે યાત્રિકો અગાઉ થી રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામને શાંતિથી દર્શન કરી શકે તેવી સુરક્ષા અપાશે. કાશ્મીરમાં શાંતિ છે ત્યારે આ લોકો શાંતિ ભંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો