Video / કેરી કે કેળાનો નહીં, માર્કેટમાં હવે આવ્યો છે પાન શેક, તેને જોઈ યુઝર્સે કહ્યું- 'તમને નરકમાં...'
સોશિયલ મીડિયા ફૂડ બ્લોગર્સથી ભરેલું છે, સ્ટ્રીટ વેન્ડર્સ સોશિયલ મીડિયા પર એવા વીડિયો શેર કરે છે જેને જોઈને યુઝર્

સોશિયલ મીડિયા ફૂડ બ્લોગર્સથી ભરેલું છે, સ્ટ્રીટ વેન્ડર્સ સોશિયલ મીડિયા પર એવા વીડિયો શેર કરે છે જેને જોઈને યુઝર્સ ચોંકી જાય છે. સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ કેટલીકવાર એવા પ્રયોગ કરે કરે છે કે તેને જોઈને લોકોને ગુસ્સો આવી જાય છે. આવી સ્થિતિમાં એક જ્યુસ સેન્ટરના માલિકે પાન સાથે આવું જ કર્યું. તમે મેંગો શેક, કેળાનો શેક પીધો હશે, પરંતુ શું તમે ક્યારેય પાન શેક પીધો છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક શેક વેચનારને પાન શેક બનાવતો બતાવવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ આ વીડિયોમાં શું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યુસ સેન્ટરનો માલિક પાન બનાવી રહ્યો છે. આ વ્યક્તિ પહેલા એક પાન લે છે, ત્યારબાદ તે પાનમાં નાખવાની બધી વસ્તુઓ તેમાં નાખે છે. જ્યારે પાન સંપૂર્ણપણે તૈયાર થાય છે, ત્યારે વ્યક્તિ પાનને જ્યુસર ગ્રાઇન્ડરમાં મૂકે છે. આ ઉપરાંત, વ્યક્તિ પાનમાં આઈસ્ક્રીમ અને દૂધ પણ ઉમેરે છે. બધું મિક્સ કર્યા પછી, વ્યક્તિ તેને ફરી એકવાર ગ્રાઇન્ડરમાં નાખે છે અને તેને ગ્રાઇન્ડ કરે છે. આ પછી, તે પાન શેકને સર્વ કરે છે.
આ વીડિયોને desi mojito નામના એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 7.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોને લગભગ 3.5 હજારથી વધુ લાઈક મળી છે. આ અંગે યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "પાનનો સત્યાનાશ કરી નાખ્યો." અન્ય યુઝરે લખ્યું, "ભાઈ, તમને નરકમાં પણ જગ્યા નહીં મળે." અન્ય એક યુઝરે લખ્યું, "તે દારૂ અને ગુટખા કરતા તો સારું જ છે."






