VIDEO: સુરતમાં ઈદે મિલાદના તહેવારને લઈને 3 હજારથી વધુ જવાનો તૈનાત રહેશે
સુરતમાં આગામી ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્તન

સુરતમાં આગામી ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્તના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. હોસ્પિટલથી સંવેદનશીલ વિસ્તારોમાં યોજાયેલા આ ફ્લેગ માર્ચમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા….તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં 3 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તેનાત રહેશે. આ સાથે જ કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વો પર નજર રાખી શકાય તે માટે ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તાર પર બાજ નજર રાખવામાં આવશે.




