મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ફિશ માર્કેટનું 'નરેન્દ્ર મોદી' નામકરણ કરાતાં વિવાદ

સુરતના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં આવેલી માછીવાડની નવી ફિશ માર્કેટ પર મનપા કે સાંસ્કૃતિક સમિતિન

તસવીર: gstv

સુરતના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં આવેલી માછીવાડની નવી ફિશ માર્કેટ પર મનપા કે સાંસ્કૃતિક સમિતિની મંજૂરી વિના જ 'ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન' દ્વારા 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ'નું બોર્ડ લગાવી દેવાતાં રાજકારણ ગરમાયું છે. શાકાહારી વડાપ્રધાનના નામનો ઉપયોગ ફિશ માર્કેટ માટે થતાં વિવાદ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મનપાની ટીમ બોર્ડ હટાવવા પહોંચી હતી, જેના પગલે વેપારીઓએ જાતે જ બોર્ડ ઉતારી લેવાની ખાતરી આપી હતી. જાહેર મિલકત પર શાસકોની જાણ બહાર આ નામકરણ કોની મંજૂરીથી થયું તે સામે સવાલો ઊઠ્યા છે.

આ સમાચાર શેર કરો