મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ગણેશ આગમનમાં ભારે ધક્કામૂકી

સુરતમાં ગણેશ આગમન વચ્ચે ભારે ભીડના કારણે ધક્કામૂકીની સ્થિતિ સર્જાઈ હતી. ઘોડાદોડ રોડ ખાતે આવેલા રામચોક પર ‘સર

તસવીર: gstv

સુરતમાં ગણેશ આગમન વચ્ચે ભારે ભીડના કારણે ધક્કામૂકીની સ્થિતિ સર્જાઈ હતી. ઘોડાદોડ રોડ ખાતે આવેલા રામચોક પર ‘સરકાર’ ગ્રુપના આગમન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગણેશજીના આગમનના દર્શન માટે ભેગા થયેલી ભીડ ધીમે ધીમે વધતા સ્થિતિ બેકાબૂ બની હતી. આ દરમિયાન મહિલાઓ સહિત અનેક લોકો ભીડમાં દબાઈ ગયા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ અને આયોજકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ ભારે ભીડના કારણે સ્થિતિ કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક લોકોને ગભરામણની પણ ફરિયાદ થઈ હતી. ધક્કામૂકી બાદ રસ્તા પર ચપ્પલોના ઢગલા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો