VIDEO: મોરબી બાયપાસ નેશનલ હાઈવે જમીન સંપાદન વિરુદ્ધ ખેડૂતોમાં આક્રોશ, કલેક્ટરને વાંધા અરજી આપી
મોરબી બાયપાસ નેશનલ હાઈવે નંબર 27 માટેની જમીન સંપા

મોરબી બાયપાસ નેશનલ હાઈવે નંબર 27 માટેની જમીન સંપાદન વિરુદ્ધ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. હળવદ તાલુકાના રાતાભેર સહિતના ચાર ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત વાંધા અરજી આપી છે. તેમણે સંમતિ વિના ફળદ્રુપ જમીન સંપાદન ન કરવાની માંગ કરી છે. ગ્રામસભાના ઠરાવનો ઉલ્લેખ કરી વૈકલ્પિક રૂટ અપનાવવાની રજૂઆત કરી છે. હજારો વિઘા ખેતીની જમીન બચાવવા રોડનો રૂટ બદલવાની માંગ કરતાં તેમણે જણાવ્યું કે હાલના રૂટથી આજીવિકા પર ગંભીર અસર થશે. ઓછા ખર્ચે બાયપાસ બની શકે તેવો વિકલ્પ રજૂ કર્યાનો દાવો કરી પારદર્શિતા અને સ્પષ્ટીકરણની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે.




