VIDEO: મોરબીના ગામડાઓમાં વીજલાઈનમાં ઉકળતો ચરું, ભાજપ નેતાઓની અનેક ગામમાં પ્રવેશબંધી
વીજલાઈન મુદ્દે સરકાર જમીનની બજાર કિંમતના બે ગણા વળતરની જાહેરાત કરી ચૂક

વીજલાઈન મુદ્દે સરકાર જમીનની બજાર કિંમતના બે ગણા વળતરની જાહેરાત કરી ચૂકી છે. પરંતુ હજુ પણ સરકારના જાહેરાત સામે ખેડૂતોની નારાજગી યથાવત છે. ખાસ તો મોરબી જિલ્લાના ગામડાઓમાં ભાજપના ચૂંટણાયેલા નેતાઓ સામે ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે. દરેક ગામમાં ખેડૂતોએ પોસ્ટર લગાવી ભાજપના ચૂંટાયેલા નેતાઓની 2027ની ચૂંટણીમાં ગામમાં પ્રવેશબંધી ફરમાવી દીધી છે. કેરાળા, ભરતનગર, બેલા, ટીબળી, રંગપર, લક્ષ્મીનગર, હરિપર,પીપળી, નવા સાદુળકા, ધમરપુર સહિતના ગામોમાં બેનર સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂતોની એક જ માગ છે કે,વીજલાઇનમાં ખેડુતોની માંગણી મુજબ પરીપત્ર બનાવામાં નહી આવે તો 2027 ની ચુંટણીમાં માં ભાજપના ઉમેદવારે ગામમાં પ્રવેશ કરવો નહીં.




