VIDEO: ઓપરેશન મ્યુલ હન્ટ: બેંક એકાઉન્ટ ભાડે આપનારા ઝડપાયા
રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સાઇબર ફ્રોડ વિરુદ્ધ શરૂ કરાયેલા "ઓપરેશન મ્યુલ હન્ટ" અંતર્ગત અમદાવાદના રામોલ પોલીસે બ

રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સાઇબર ફ્રોડ વિરુદ્ધ શરૂ કરાયેલા "ઓપરેશન મ્યુલ હન્ટ" અંતર્ગત અમદાવાદના રામોલ પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનારા બે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. રૂપિયા ૧૫ હજાર થી ૨૦ હજાર ની લાલચમાં અમરાઈવાડીના નિતેશ ગૌડે પોતાનું બેંક એકાઉન્ટ મિત્ર હિમાંશુ જાંગીડને આપ્યું હતું, જે હિમાંશુએ અમન ચૌધરી નામના શખ્સને મેળવી આપ્યું હતું. આ એકાઉન્ટ્સમાં દેશભરમાંથી સાઇબર ફ્રોડના નાણાં જમા થતા હોવાનું ખુલ્યું છે. હાલ મુખ્ય સૂત્રધાર અમન ચૌધરી પોલીસ પકડથી દૂર હોય, તેને ઝડપી પાડવા પોલીસે ખાસ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.




