VIDEO: શરદ પવારને એનડીએમાં સામેલ થવાનું ખુલ્લું આમંત્રણ
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શરદ પવારને એનડીએમાં સામેલ થવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું છે. આઠવલેનું માનવું છે કે

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શરદ પવારને એનડીએમાં સામેલ થવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું છે. આઠવલેનું માનવું છે કે પવારના લાંબા રાજકીય અનુભવનો લાભ દેશ અને મહારાષ્ટ્રને મળશે. રામદાસ આઠવલેએ કહ્યું કે શરદ પવાર દેશના વરિષ્ઠ અને અનુભવી રાજનેતાઓમાંથી એક છે. તેમણે ઘણા વર્ષો સુધી મહારાષ્ટ્રની સાથે-સાથે રાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જો પવાર NDA સાથે આવે છે, તો તેનો ફાયદો સરકાર અને દેશના વિકાસ કાર્યોને મળી શકે છે. આઠવલેએ શરદ પવારને લઈ મોટો દાવો કર્યો કે જો શરદ પવારે તેમની વાત માની હોત તો તેઓ દેશના વડાપ્રધાન હોત..રામદાસ આઠવલેએ જણાવ્યું કે જ્યારે તેઓ શરદ પવાર સાથે હતા, ત્યારે મેં તેમને કોંગ્રેસમાં વિલય કરવાની સલાહ આપી હતી. જો તેમણે તે સલાહ માની લીધી હોત, તો કદાચ તેઓ દેશના વડાપ્રધાન બની ગયા હોત.




