મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શરદ પવાર એનડીએમાં શામિલ થયા હોત તો રાષ્ટ્રપતિ બની શકતા હતાઃ આઠવલે

મહારાષ્ટ્રના રાજકારણમાં અવાર-નવાર ઉથલપાથલ અને રાજકીય ગરમાવો જામતો રહે છે. નરેન્દ્ર મોદ

તસવીર: gstv

મહારાષ્ટ્રના રાજકારણમાં અવાર-નવાર ઉથલપાથલ અને રાજકીય ગરમાવો જામતો રહે છે. નરેન્દ્ર મોદી સરકારના વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ NCPના સંસ્થાપક શરદ પવારને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, શરદ પવારને NDAમાં સામેલ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને તેઓ ગમે ત્યારે NDAમાં જોડાઈ શકે છે. શરદ પવાર મહારાષ્ટ્રમાં સૌથી સન્માનિત નેતાઓમાંથી એક છે. તેમણે એનડીએમાં સામેલ થવા માટે અનેક વખત આમંત્રણ અપાયું હતું. જો તેઓ 2014માં સામેલ થઈ ગયા હોત તો કદાચ તેઓ ભારતના રાષ્ટ્રપતિ બની શકતા હતા.’ મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીના સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હતા. હવે શરદ પવાર અને એકનાથ શિંદે વચ્ચે મુલાકાત થતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.  

આ સમાચાર શેર કરો