VIDEO: પુરી રથાયાત્રામાં ગૂંગળામણને લીધે એકનું મોત, 30થી વધુ હોસ્પિટલમાં દાખલ
પુરી જગન્નાથ રથયાત્રાના પહેલા દિવસે ભારે ભીડને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ બેહોશ થઈ ગય

પુરી જગન્નાથ રથયાત્રાના પહેલા દિવસે ભારે ભીડને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન ગૂંગળામણ થવાને કારણે ૧ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ૩૦ થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, પુરીના ગ્રાન્ડ રોડ પર ભારે ભીડને કારણે એક ૪૫ વર્ષીય શ્રદ્ધાળુ બેહોશ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક જિલ્લા મુખ્ય મથકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. લાખો શ્રદ્ધાળુઓની ભીડને કારણે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જે બાદ કેટલાક લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના દર્દીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.




