મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઓઈલ કંપનીઓએ હવે સ્પોટ માર્કેટમાંથી પણ LPGની ખરીદી શરૂ કરી, સરકારનું અછત સામે આગોતરું આયોજન

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકાર એલપીજી સપ્લાય સુચારૂ રાખવા સક્રિય બની છે.

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકાર એલપીજી સપ્લાય સુચારૂ રાખવા સક્રિય બની છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં ચાલી રહેલા તણાવને કારણે તેલ-ગેસ સપ્લાય પર અસર થવાની આશંકા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે દેશના અંદર એલપીજી ઉત્પાદન વધાર્યું છે.

સાથે જ ખાડી દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે અન્ય દેશોમાંથી ગેસ આયાત પણ વધારાઈ રહી છે. આ ઉપરાંત સરકારી તેલ કંપનીઓએ હવે સ્પોટ માર્કેટમાંથી પણ એલપીજી ખરીદી શરૂ કરી છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં દેશના નાગરિકોને ગેસ સપ્લાયમાં અછતનો સામનો ન કરવો પડે. સરકારના આ પગલાંઓથી હાલ માટે એલપીજી અછતનો ખતરો ટળતો દેખાઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો