મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : યુદ્ધની આગમાં હોમાયું પર્યટન : ત્રણ ધર્મોના પવિત્ર સ્થાન પર પ્રવાસીઓની સંખ્યા થઈ 'શૂન્ય'

લેબનોન અને ઈરાન સામેના બહુવિધ મોરચે વધતા તણાવ વચ્ચે ઇઝરાયેલના પર્યટન ઉદ્યોગને મોટો આં

તસવીર: gstv

લેબનોન અને ઈરાન સામેના બહુવિધ મોરચે વધતા તણાવ વચ્ચે ઇઝરાયેલના પર્યટન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. જેરૂસલેમના ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ વિના સૂમસામ જોવા મળે છે.

ઇઝરાયેલની ઐતિહાસિક રાજધાની જેરૂસલેમમાં લેબનોન અને ઈરાન સહિતના અનેક મોરચે ચાલી રહેલા ભારે સૈન્ય અને રાજદ્વારી તણાવની સીધી નકારાત્મક અસર અહીંના પર્યટન ઉદ્યોગ પર પડી છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો હંમેશા પ્રવાસીઓથી ઉભરાતા હતા, તે અત્યારે સાવ સૂમસામ છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યાનુસાર ફ્લાઈટો રદ થવા અને સુરક્ષાની ચિંતાઓને કારણે વિદેશી પ્રવાસીઓએ પોતાના બુકિંગ મોટાપાયે રદ કર્યા છે, જેના લીધે સ્થાનિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે.

આ સમગ્ર સંકટની અંદરની ખાસ વાત એ છે કે, જેરૂસલેમ માત્ર એક શહેર નથી, પરંતુ તે વિશ્વના ત્રણ મુખ્ય ધર્મો ખ્રિસ્તી, યહૂદી અને ઇસ્લામનું સૌથી મોટું પવિત્ર કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે કરોડો ડોલરનું ધાર્મિક પર્યટન થાય છે. ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે સતત યુદ્ધની સ્થિતિના કારણે ન માત્ર વિદેશી પ્રવાસીઓ, પરંતુ સરહદી વિસ્તારોમાંથી આવતા સ્થાનિક મુલાકાતીઓની સંખ્યા પણ શૂન્ય થઈ ગઈ છે.. ગાઇડ્સના જણાવ્યા અનુસાર જો આગામી દિવસોમાં લેબનોન અને ઈરાન સાથેનો વિવાદ શાંત નહીં થાય, તો આ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારો સંપૂર્ણપણે બેરોજગાર થઈ જશે અને આ આર્થિક નુકસાનમાંથી બહાર આવતા વર્ષો લાગી શકે છે.

આ સમાચાર શેર કરો