VIDEO: વિજય રૂપાણીના નિધન પર નીતિન પટેલની પ્રથમ પ્રતિક્રિયા
અમદાવાદ વિમાન દુર્ઘટનાએ લોકોને આઘાત આપ્યો છે. આ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 પ્રવાસી
અમદાવાદ વિમાન દુર્ઘટનાએ લોકોને આઘાત આપ્યો છે. આ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 પ્રવાસીઓનું મોત થયું છે. ત્યારે વિજયભાઈ રૂપાણીના રાજકીય સાથીદાર એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિજયભાઈ રૂપાણીએ કરેલા કાર્યોને તેમણે યાદ કર્યા હતા. અમે બંનેએ ભાઈઓની જેમ ગુજરાત સરકારના વિકાસના કાર્યો કર્યા હતી. કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ ગુજરાતના લોકોને મળે તેવા પ્રયાસો કર્યા હતા.
અમદાવાદમાં ગુરુવારે બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયા બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.
વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક કે જેણે જોયું તે ચોંકી ગયા
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર પ્લેન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની મેસ (ભોજનાલય)ના બિલ્ડિંગમાં અથડાયું હતું. વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે જેણે પણ તેને જોયું તે ચોંકી ગયા. લોકોના મૃતદેહ ઘણા ભાગોમાં વિખેરાયેલા હતા, લોકોના મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ પણ થઈ શકી ન હતી, તેથી ડીએનએ ટેસ્ટનો આશરો લેવામાં આવી રહ્યો છે.








