મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: NEWS AFTERNOON / સહ-પાયલટ ઊભો થયો અને પછી મારા માથા પર પ્રહાર કર્યો , જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના કેસમાં તપાસના આદેશ

1) સહ-પાયલટ ઊભો થયો અને પછી

1) સહ-પાયલટ ઊભો થયો અને પછી મારા માથા પર પ્રહાર કર્યો     તેલ અવીવ જતી ફ્લાઇટમાં સહ-પાઇલટે કુહાડીથી હુમલો કર્યો, ત્યારે 174 મુસાફરોના જીવ જોખમમાં હતા! પોતાના જીવની પરવા કર્યા વગર, કેપ્ટન સ્મિતે  દર્શાવી અદ્ભુત વીરતા! ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ તેમને સ્વાતંત્ર્ય સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે.   2) સાઉદી અરામકો રિફાઇનરી પર મિસાઇલ-ડ્રોનથી હુમલો   સાઉદી અરામકોની ફેસિલિટીમાંથી આકાશને આંબતી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા દેખાયા.યમનના ઈરાન-સમર્થિત હુથી વિદ્રોહીઓએ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી   વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ભારે ગભરાટ છવાયો છે!   3) જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના કેસમાં તપાસના આદેશ   મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના ભ્રષ્ટાચારના આરોપો ફરી ચર્ચામાં છે. કેરળના ગૃહમંત્રીએ વિજિલન્સ તપાસના આદેશ આપ્યાછે. મામલો વર્ષ 2006નો છે, જ્યારે 1988 બેચના IASઅધિકારી જ્ઞાનેશ કુમાર કેરળ સરકારના લોક બાંધકામ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવતા હતા.   4)  ઉત્તર પ્રદેશના હેતમાપુરમાં સરયૂ નદીના રૌદ્ર સ્વરૂપ     ભારે પૂર અને ભયાનક કટાનને કારણે રહેણાંક મકાનો, મંદિર અને મસ્જિદ નદીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ ગયા.ગામમાં પૂરના પાણી ફરી વળતાં અનેક લોકો વિસ્થાપિત થયા છે અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા છે.   5) માફી માંગવાનો સવાલ જ નથી, હું ચીલાચાલુ નેતા નથી   સાગબારામાં 'મેલું ઉપાડવા' અંગેના નિવેદન પર પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પોતાના સ્ટેન્ડ પર અડગ! રાજ્યભરમાં સવર્ણ સમાજના ભારે વિરોધ વચ્ચે પણ તેમણે માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.વાઘેલાએ દાવો કર્યો કે તેમનું નિવેદન ભાજપ સરકાર અને અનામત વિરોધીઓ સામે હતું અને SC, ST, OBC ગુજરાતના સાચા માલિક.   6) અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ૨૧ વર્ષીય વિદ્યાર્થી જીગર સોલંકીની હત્યા   અમદાવાદના ઇસનપુરમાં B.Voc ફાઇનાન્સના ૨૧ વર્ષીય વિદ્યાર્થી જીગર સોલંકીની ભયાનક હત્યાથી ચકચાર!મોડી રાત્રે મિત્રને મળવા નીકળેલા જીગર પર જીવલેણ હુમલો થતાં, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો.એકના એક જુવાનજોધ દીકરાનો પાર્થિવ દેહ ભાવનગર વતન પહોંચતાં જ પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ.

આ સમાચાર શેર કરો