મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: NEWS AFTERNOON / હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો, G7 દેશો તેલના ભંડાર ખોલવા સંમત, ખંભાળિયાની ગ્રામસભામાં મારામારી

હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર મ

હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો

મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા કુવૈતી ક્રૂડ ઓઇલ ટેન્કર પર ભીષણ મિસાઈલ હુમલો થયો છે. રાહતના સમાચાર એ છે કે, જહાજ પર સવાર તમામ 5 ભારતીય નાગરિકોને ભારતીય મિશન અને ઓમાનના સંયુક્ત પ્રયાસોથી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા છે.

G7 દેશો તેલના ભંડાર ખોલવા સંમત

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને ડીઝલના વધતા ભાવને નાથવા G7 દેશોએ મોટો નિર્ણય લીધો છે. કટોકટીના ભંડારમાંથી આશરે 10 કરોડ બેરલ તેલ બજારમાં મુકાશે, સાથે જ ઊર્જા નિકાસ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન લાદવાની સભ્ય દેશોએ ખાતરી આપી છે.

 CJPની 'જંતર-મંતર 2.0'ની ચેતવણી

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોકરોચ જનતા પાર્ટીએ આંદોલન વધુ તેજ કર્યું છે. નેતા અભિજીત દીપકેએ જાહેરાત કરી છે કે જો કમિશનર પદ નહીં છોડે, તો આગામી 10 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કરાશે.

 અભિજીત દીપકે સામે પોલીસ ફરિયાદ

મુંબઈના શિવાજી પાર્કમાં ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કરવું CJP નેતાઓને ભારે પડ્યું છે. સ્થાનિક વકીલ સિદ્ધિ દેવલેકરની ફરિયાદના આધારે કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દીપકે અને અન્ય કાર્યકરો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાળિયાની ગ્રામસભામાં મારામારી

ખંભાળિયાના મોવાણા ગામે ગ્રામસભામાં પાણી અને વેરાના મુદ્દે મામલો ગરમાયો હતો. સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી અને લાફાવાળી થઈ હતી. લોકશાહીના પર્વ સમાન સભામાં મારામારીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

 સિસ્ટમ સામે જવાહર ચાવડા લાલઘૂમ

 ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પોતાની જ સરકારની વહીવટી વ્યવસ્થા સામે બગાવતી સૂર છેડ્યા છે. રાજ્યમાં બેરોજગારી અને નિષ્ફળ તંત્ર મુદ્દે આક્રોશ ઠાલવતા તેમણે સિસ્ટમને 'સડેલી અને ડાફે ચડેલી' ગણાવી હવે આરપારની લડાઈ લડવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે.

આ સમાચાર શેર કરો