VIDEO: નોરતા નગરી ગરબા વિવાદમાં નવો વળાંક
અમદાવાદમાં નોરતા નગરી ગરબાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કિર્તીદાન ગઢવીના ગ્રુપ દ્વારા દર્શન શાહ સામે ફરિયા

અમદાવાદમાં નોરતા નગરી ગરબાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કિર્તીદાન ગઢવીના ગ્રુપ દ્વારા દર્શન શાહ સામે ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ વચ્ચે તેમના વકીલ કિશન ચકવાવાલાએ દર્શન શાહ ગરબાના ભાગીદાર જ ન હોવાનું જણાવ્યું છે. વકીલના દાવા મુજબ પેપર પર માત્ર જયેશ પરમાર, અર્જન ભૂતિયા, કૃષ્ણ ગઢવી અને જીગર ચૌહાણ ચાર જ ભાગીદાર છે. પાસ વેચાણ, કરોડોની ઉચાપત અને સ્પોન્સરશિપ અંગેના આક્ષેપોને પણ વકીલે નકારી કાઢ્યા છે. સાથે જ સરખેજ પોલીસની ફરિયાદ સામે હાઈકોર્ટમાં અરજી કરવાની જાહેરાત કરી છે.


