મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ કલેકટર કચેરી ખાતે લગાવ્યા નવા બોર્ડ

કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગ લોકોની સુવિધા માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. કચેરીની દરેક ઓફિસ બહાર અધિકાર

તસવીર: gstv

કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગ લોકોની સુવિધા માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. કચેરીની દરેક ઓફિસ બહાર અધિકારીઓના હોદ્દા દર્શાવતા નવા PVC બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડમાં બ્રેઈલ લિપિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી દ્રષ્ટિહીન દિવ્યાંગ લોકો પોતાની જરૂરિયાત મુજબ સંબંધિત ઓફિસ સરળતાથી ઓળખી શકે. દિવ્યાંગ નાગરિકોને કચેરીમાં કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ આત્મનિર્ભર રીતે સેવાઓ મેળવી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતે બ્રેઈલ લિપિવાળા આ પ્રકારના બોર્ડ પ્રથમ વખત લગાવવામાં આવ્યા છે. આ પહેલને દિવ્યાંગલક્ષી સુવિધા તરીકે આવકારવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો