VIDEO: ભરતી નિયમો કે કટ-ઓફ માર્ક્સ ભરતી પ્રક્રિયા જારી હોય ત્યારે બદલી શકાતા નથી: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪-૧૫ની ITI પ્

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪-૧૫ની ITI પ્રશિક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પસંદગી સમિતિ ભરતી નિયમો કે કટ-ઓફ માર્ક્સ ભરતી પ્રક્રિયા જારી હોય ત્યારે બદલી શકતી નથી.. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આવું કરવાથી અસંખ્ય લાયક ઉમેદવારોને અન્યાય થાય છે. કોર્ટે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે લાયક ઉમેદવારોની પુનઃ સમીક્ષા કરીને તેમને ખાલી પદો પર નિમણૂક આપવી.આ ચુકાદાથી ૨૦૦થી વધુ ઉમેદવારોને લાભ મળવાની અપેક્ષા છે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એ. જી. મસીહની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામેની અપીલ મંજૂર કરી હતી.




