અમદાવાદ: નરોડાના કુખ્યાત દીપકે જાહેર રોડ પર ફટાકડા ફોડી રાહદારીઓને પરેશાન કર્યા, પોલીસ જાહેરનામાનો ભંગ

દિવાળીના તહેવારની ઉજવણીમાં ટપોરીઓ ભાન ભૂલ્યા હતા. પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ

દિવાળીના તહેવારની ઉજવણીમાં ટપોરીઓ ભાન ભૂલ્યા હતા. પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન કરતો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના નરોડાના કુખ્યાત દીપક કરાઇએ દિવાળીની રાત્રે ઉજવણીના નામે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા હતા.

એસપી રીંગ રોડ કરાઇ પાસે દિપક નામના અસામાજિક તત્ત્વએ જાહેર રોડ પર ફટાકડા ફોડીને રાહદારીઓને હેરાન પરેશાન કર્યા હતા. દીપક દેસાઇ ઉર્ફે કરાઇ વિરૂદ્ધ અગાઉ પણ અપહરણનો ગુનો નોંધાઇ ચુક્યો છે. વાયરલ થયેલા વીડિયો મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત