Video: અમદાવાદમાં કોમનવેલ્થ ગેમના નામે દબાણો દૂર કરવાની હિલચાલ, કોંગ્રેસ-સ્થાનિકોનો વિરોધ

અમદાવાદના ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં કોમનવેલ્થ ગેમના નામે દબાણો દૂર કરવાની હિ

અમદાવાદના ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં કોમનવેલ્થ ગેમના નામે દબાણો દૂર કરવાની હિલચાલ ચાલી રહી છે. જો આ વિસ્તારના દબાણો દૂર કરાશે તો 50 હજાર લોકો ઘરવિહોણા થવાની શક્યતા છે, ત્યારે કોંગ્રેસે ભાજપ સરકાર સામે સણસણતા આક્ષેપો કરીને વિધાનસભા અને મુખ્યમંત્રી આવાસના ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

 50 હજાર લોકોને ઘરવિહોણા કરવાનો કોંગ્રેસનો તંત્ર સામે આક્ષેપ

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં કોમનવેલ્થ ગેમના નામે 17 હજાર એકર જમીન ખાલી કરીને ત્યાં વસવાટ કરતા 50 હજાર લોકોને ઘરવિહોણા કરવાનો કોંગ્રેસે તંત્ર સામે આક્ષેપ કર્યો છે. 'મારું ઘર, મારું સ્વાભિમાન આંદોલન' ના સૂત્ર હેઠળ વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ કોંગી આગેવાનો અને સ્થાનિકો સાથે પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ ઘર વિહોણા બનેલા લોકો કલેકટર ઓફિસ રજુઆત કરવા પહોંચ્યા હતા.

જાહેરાત

 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી આવાસના ઘેરાવની ચીમકી

મેવાણીએ જણાવ્યું હતું કે કેટલાકને મકાન આપવાની વાત કરાઈ જ્યારે મોટા ભાગના પીડિતો સાથે કોઈ સંવાદ કરાયો નથી. સમગ્ર મામલે 8 સપ્ટેમ્બરે વિધાનસભા અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી આવાસના ઘેરાવની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. નોટિસ વગર કાર્યવાહી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરાયા છે. વિરોધ દરમિયાન ચંડોળા, ઓઢવ, ચાંદખેડા સહિતની જગ્યા પર દૂર કરવામાં આવેલ મકાનો બાબતે પણ વાંધો ઉઠાવાયો છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત