અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે 600થી વધુ લોકોના મોત,1000થી વધુ ઘાયલ
અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ

અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 622 લોકોના મોત જ્યારે 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભૂકંપથી ભારે વિનાશ વેરાયો
ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી-NCR સુધી અનુભવાયા હતા. ભૂકંપની જાણ થતાં જ જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું?
USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ, રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ પછી, ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો, જેની તીવ્રતા 4.5 માપવામાં આવી. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.







