VIDEO: સિંગર Shakiraના ફ્રી કોન્સર્ટમાં 20 લાખથી પણ વધુ ફેન્સ ઉમટી પડ્યા! Madonna અને Lady Gaga જેવો જ ભવ્ય રેકોર્ડ કર્યો સેટ
કોલમ્બિયન સુપરસ્ટાર શાકિરાએ શનિવારે રાત્રે

કોલમ્બિયન સુપરસ્ટાર શાકિરાએ શનિવારે રાત્રે રિયો ડી જાનેરોના કોપાકાબાના બીચ પર એક ફ્રી કોન્સર્ટ યોજ્યો હતો. શહેરના મેયરના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત દરિયાકાંઠા પર 20 લાખ લોકો ઉમટી પડ્યા હતા.
આ પ્રદર્શન અગાઉ 2024માં મેડોના અને ગયા વર્ષે લેડી ગાગા દ્વારા કરવામાં આવેલા આવા જ શોના માર્ગે હતું, જેમાં પણ વિશાળ ભીડ ઉમટી હતી. શાકિરા માટે, આ તેના 2024 ના આલ્બમ પરથી નામ અપાયેલ “Las Mujeres Ya No Lloran” (સ્ત્રીઓ હવે રડતી નથી) વર્લ્ડ ટૂરનો એક ભાગ હતો.
પ્રખ્યાત સિંગર શકિરાએ પોતાની સિંગિંગ અને અંદાજથી હંમેશા લોકોના દિલ જીત્યા છે. આખી દુનિયા શકિરાના અવાજની દીવાની છે. તેણે અત્યાર સુધી એવા ઘણા ગીતો ગાયા છે જેણે રેકોર્ડ તોડવામાં કોઈ કસર બાકી નથી છોડી. બીજી તરફ, તેના પ્રત્યે લોકોની દિવાનગી એટલી હદે છે કે રિયોના કોપાકાબાના બીચ પર યોજાયેલા તેના કોન્સર્ટમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એક કે બે લાખ નહીં પરંતુ લગભગ 20 લાખથી વધુ લોકો શકિરાના કોપાકાબાના બીચ કોન્સર્ટમાં પહોંચ્યા હતા.
ફુલ મૂન નાઈટમાં જામી મહેફિલ
રિયો ડી જાનેરોના કોપાકાબાના બીચ પર ફુલ મૂન નાઈટમાં શકિરાનો શાનદાર ફ્રી કોન્સર્ટ આયોજિત થયો હતો. કોપાકાબાના પેલેસ પાસે કોન્સર્ટ માટે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. શકિરાએ પણ તેના ફેન્સ સામે ધમાકેદાર પરફોર્મન્સ આપવામાં કોઈ કસર છોડી ન હતી. તેણે કોન્સર્ટમાં 'કાન્ટ રિમેમ્બર ટુ ફર્ગેટ યૂ', 'આઈ એમ હિયર' અને 'વાકા વાકા' જેવા લોકપ્રિય ગીતો ગાયા હતા. શકિરાના ચાહકોએ આ ફ્રી કોન્સર્ટને પોતાની હાજરીથી એક ઐતિહાસિક સાબિત કરી દીધો છે.
મોડી પહોંચી છતાં ઉત્સાહમાં કોઈ ઘટાડો નહીં
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, શકિરા પોતાના ફ્રી કોન્સર્ટ માટે નિર્ધારિત સમય કરતા લગભગ 1 કલાક મોડી પહોંચી હતી. જોકે, તેનાથી તેના ચાહકોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો ન હતો, ઉલટાનું સમય જતાં ફેન્સનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો.
અગાઉના રેકોર્ડ્સ
જણાવી દઈએ કે શકિરા પહેલા પણ ઘણા લોકપ્રિય સિંગર્સે કોપાકાબાના બીચ પર ફ્રી કોન્સર્ટ યોજ્યા છે:
વર્ષ 2024: મેડોનાના કોન્સર્ટમાં આશરે 1.6 મિલિયન (16 લાખ) લોકો.
વર્ષ 2025: લેડી ગાગાના કોન્સર્ટમાં 2.1 મિલિયન (21 લાખ) લોકો.
વર્ષ 2026: હવે શકિરાએ 2 મિલિયન (20 લાખ) ફેન્સ સાથે નવો રેકોર્ડ સેટ કર્યો છે.








