VIDEO: અમદાવાદના પોશ વિસ્તારમાં મોર્ડન રોડ પાણી ગરકાવ, પાણી નિકાલના દાવાના ધજાગરાં
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા રાજપથ રંગોલી રોડ પર ભારે વરસાદ બાદ જળબંબાકા

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા રાજપથ રંગોલી રોડ પર ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ બંધ થયાને બે કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક ડ્રેનેજ સિસ્ટમની નબળાઈના કારણે પાણી ઓસર્યા નથી. રસ્તાઓ પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાઈ ગયા છે, અને ગટરનું પાણી ઉભરાઈને બહાર આવવાથી આસપાસના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘી ઓફિસો અને આલીશાન બંગલાઓ ધરાવતા આ હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં સર્જાયેલી આ કૃત્રિમ પૂર જેવી સ્થિતિ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી રહી છે. સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.




