મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા વાહનચાલકો હેરાન

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.. નવા વાડજ

તસવીર: gstv

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.. નવા વાડજ, રાણીપ, જગતપુર, એસજી હાઈવે અને ગોતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત કે.કે. નગર રોડ પર ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં પ્રભાત ચોક ચાર રસ્તા પાસે પણ મોટા પ્રમાણમાં પાણી ભરાતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો  

આ સમાચાર શેર કરો