VIDEO: અમદાવાદના પ્રસિદ્ધ લાલ દંડાવાળા સંઘે ૧૯૨ વર્ષ જૂની પરંપરા જાળવી અંબાજી તરફ પ્રસ્થાન કર્યું
અમદાવાદમાંથી અલગ અલગ સંઘ અંબાજી તરફ જઈ રહ્યા છે, ત્યારે

અમદાવાદમાંથી અલગ અલગ સંઘ અંબાજી તરફ જઈ રહ્યા છે, ત્યારે શહેરના ઐતિહાસિક લાલ દંડાવાળા સંઘે પણ મા અંબાના દર્શને પ્રસ્થાન કર્યું છે. આ સંઘમાં 350થી 400 માઈભક્તો પગપાળા અંબાજી જવા નીકળ્યા છે અને 11 દિવસે અંબાજી પહોંચશે....ઇતિહાસ મુજબ, શહેરમાં ફાટી નીકળેલો પ્લેગ રોગચાળો નાબૂદ કરવા નગરશ્રેષ્ઠી હઠીસિંહ કેસરીસિંહ શાહે બાધા રાખી હતી. રોગચાળો શાંત થતાં ભીમનાથ મહાદેવથી શરૂ થયેલો આ સંઘ આજે ૧૯૨ વર્ષથી પોતાની પરંપરા અકબંધ રાખી રહ્યો છે. શુભ ચોઘડિયામાં પૂજન અને શ્રીફળ વિધિ બાદ ભક્તોએ જય અંબેના નાદ સાથે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે કદમ માંડ્યા હતા.




