મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના બગોદરા-તારાપુર હાઈવે પર અકસ્માતનું નાટક રચી 44.17 લાખના તેલની ચોરી: ડ્રાઈવર સામે ગુનો દાખલ કરાયો

બગોદરા-તારાપુર હાઈવે પર અરણેજ બ્રિજ નજીક ૪૪ લાખ 17 હજાર રૂપિયાથી વધુ કિંમતનું

તસવીર: gstv

બગોદરા-તારાપુર હાઈવે પર અરણેજ બ્રિજ નજીક ૪૪ લાખ 17 હજાર રૂપિયાથી વધુ કિંમતનું ૨૮ હજાર ૫૨૦ કિલો પામોલીન તેલ સગેવગે કરવા માટે અકસ્માતનું બોગસ નાટક રચાયું હોવાનો ખુલાસો થયો છે.... જામનગરના વેપારીનું ટેન્કર પલ્ટી ખાધેલી હાલતમાં મળ્યું હતું, પરંતુ ઘટનાસ્થળે તેલનું એક ટીપું પણ ન દેખાતા શંકા ગઈ હતી. તપાસમાં ટેન્કરમાંથી મોટાભાગનું તેલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.... ડ્રાઈવરે રસ્તામાં જ તેલ ચોરી કરી ટેન્કર પલટી ખવડાવી દીધું હતું. કોઠ પોલીસે આરોપી ડ્રાઈવર કાનજી દેવજી ભદીયા સામે ગુનાહિત વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો