મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના રામોલ વિસ્તારમાં મકાનના વિવાદ અંગે ભેગા થયેલા ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બીએસએફ જવાને ચલાવી ગોળી

અમદાવાદના રામોલ વિસ્તારમ

તસવીર: gstv

અમદાવાદના રામોલ વિસ્તારમાં તક્ષશીલા સ્કૂલ નજીક મકાનના સામાન્ય વિવાદને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મકાન બાબતે સમાધાન કરવા માટે ભેગા થયેલા ભાઈઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે દરમિયાન બીએસએફમાં નોકરી કરતા પ્રમોદ રામપ્રસાદ શિવદયાલ પ્રજાપતિએ પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કરી દીધું હતું. આ ગોળીબારની ઘટનામાં ૫૪ વર્ષીય રાજેશભાઈ હરિશંકરભાઈ પ્રજાપતિને જાંઘના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હથિયાર સાથે આરોપી બીએસએફ જવાન પ્રમોદ પ્રજાપતિ સહિત અન્ય શખ્સોની અટકાયત કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રામોલ પોલીસને સોંપ્યા છે.

આ સમાચાર શેર કરો