VIDEO: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભારે વરસાદથી કેડસમા પાણી ભરાયા
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ભારે વરસાદ વરસ્યો..શહેરના નિકોલ વિસ્તારમાં સ્થિતિ

અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ભારે વરસાદ વરસ્યો..શહેરના નિકોલ વિસ્તારમાં સ્થિતિ અત્યંત વિકટ બની છે જ્યાં મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. હિલ ટાઉન, મેરિયોટ ટાઉન, સરિતા-૨ અને સ્વામિનારાયણ મંદિર ભક્તિ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળવાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. સ્થાનિક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે રહેવાસીઓએ હાલાકી વેઠવી પડી છે ..




