મહેસાણા: કડીના વડાવી ગામે જમીન વેચાણ સામે ગ્રામજનોનો વિરોધ
ઠાકોર વાસના 25 મકાનો વાળી જમીન વેચાતા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. રેવન્યુ સર્વે

ઠાકોર વાસના 25 મકાનો વાળી જમીન વેચાતા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. રેવન્યુ સર્વે નં. 1978ની જમીનની વેચાણ નોંધ રદ્દ કરવા માગ કરવામાં આવી છે. ગ્રામજનો દ્વારા સરકારી ઓડા સહાય હેઠળ બનેલા મકાનોની જગ્યા વેચાઈ હોવાનો આક્ષેપ છે. નવા માલિક ફેન્સિંગ કરે તો 25 પરિવારોને બેઘર થવાની ભીતિ છે.
ગ્રામજનોની વેચાણ ફેરફાર નોંધ નં. 6568 મંજૂર ન કરવાની અપીલ છે. આ દરમિયાન કડી મામલતદાર કચેરીએ પહોંચીને અસરગ્રસ્તોએ ન્યાયની ગુહાર લગાવી હતી.




