મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં નિવૃત્ત વૃદ્ધને ફોન કરી ડિજિટલ એરેસ્ટ બનાવતા પોલીસે Live બચાવ્યા

VIDEO: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ તંત્ર માટે માથાનો

તસવીર: GSTV

VIDEO: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ તંત્ર માટે માથાનો દુખાવો બનેલો ડિજિટલ એરેસ્ટનો મુદ્દો હવે મહેસાણામાં પણ આવી ઘટના સામે આવી છે. મહેસાણા શહેરમાં નિવૃત્ત વૃદ્ધને સાયબર ગઠિયાએ ડિજિટલ એરેસ્ટ બનાવ્યા હતા. જે પોલીસે લાઈવ બચાવ કર્યો હતો. વૃદ્ધ સાથે છેતરપિંડી થાય તે પહેલા જ પોલીસે બચાવી લીધા હતા.

મળતી માહિતી અનુસાર, મહેસાણા-1 વિસ્તારમાં રહેતા વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ વૃદ્ધ રમેશચંદ્ર પટેલને સાયબર ગઠિયાઓએ નિશાન બનાવ્યા હતા. 'તમારા નામે મુંબઈમાં સિમકાર્ડ અને કેનેરા બેંકમાં એકાઉન્ટ છે' કહી ડરાવ્યા હતા. તેમજ તમારા બેંકના ખાતામાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગ થતું હોવાની ધમકી આપવામાં આવી હતી. જેથી તમારા પર વોરંટ નીકળેલ છે તેમ કહી વૃદ્ધને વીડિયો કોલ પર 'ડિજિટલ અરેસ્ટ' કર્યા હતા. આ ઉપરાંત વેરિફિકેશનના બહાને વૃદ્ધના ખાતામાંથી તમામ રકમ ટ્રાન્સફર કરવાની તૈયારી હતી. જેથી ગભરાયેલા વૃદ્ધે જીવનભરની મૂડી આપવાની તૈયારી બતાવી હતી. જો કે, સાયબર ક્રાઈમ પોલીસે સ્થળ પર પહોંચી વૃદ્ધને છેતરપિંડી થાય તેની પહેલા બચાવી લીધા હતા. સાયબર ગઠિયાઓના નવા પેંતરાથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. 

આ સમાચાર શેર કરો