મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજુલામાં મેઘતાંડવ, પીપાવાવ પોર્ટ ફોરલેન હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ!

રાજુલા પંથકમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે સર્જાયેલા જળબંબાકારન

તસવીર: GSTV

રાજુલા પંથકમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે સર્જાયેલા જળબંબાકારને પગલે પીપાવાવ પોર્ટ ફોરલેન હાઈવે રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. મુશળધાર આકાશી આફતને કારણે આ વ્યસ્ત હાઈવે પર નદીઓ વહેતી હોય તેમ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારના ચક્કાજામ થઈ ગયા છે. આ મહત્વપૂર્ણ માર્ગ બંધ થવાના કારણે ટ્રક, ટ્રેલર, એસ.ટી. બસો સહિત અનેક નાના-મોટા વાહનો કલાકો સુધી રસ્તા વચ્ચે ફસાયા છે, જેના લીધે મુસાફરો અને ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ અને જળબંબાકારના ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ચારેય તરફ પાણીનું સામ્રાજ્ય અને વાહનોની લાંબી કતારો સાફ નજરે પડે છે. હાઈવે બંધ થવાની અને લોકોની મુશ્કેલીઓની જાણ થતાં જ સ્થાનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી..

આ સમાચાર શેર કરો