VIDEO: અમરેલીઃ રાજુલામાં ધાતરવડી બ્રિજ પરથી ટ્રક ખાબકતા ચાલકનું મોત
અમરેલીના રાજુલામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ધાતરવડી બ્રિજ

અમરેલીના રાજુલામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ધાતરવડી બ્રિજ પરથી એક ટ્રક નીચે ખાબક્યો હતો. બ્રિજ નીચે પટકાતા જ ટ્રકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેમાં ચાલક અજયભાઈ નાગભાઈ ભાલીયા આગની લપેટમાં આવી જતાં ઘટનાસ્થળે જ જીવતો ભુંજાયો હતો. અકસ્માતની જાણ થતાં જ 112 અને ફાયર ફાઇટર સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મૃતક ડ્રાઇવરના અવશેષોને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.




