VIDEO: મોડાસામાં મેઘરાજાની તોફાની બેટિંગ, સોસાયટીઓમાં ભરાયા પાણી
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા મેઘરાજા

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે શહેરના કેદારનાથ, કલ્યાણ-૨ અને પંચજ્યોત સોસાયટી તેમજ બસપોર્ટ વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસાની શરૂઆતની આકાશી આફતે જ નગરપાલિકા તંત્રના પ્રિ-મોન્સૂન કામોના દાવાઓની પોલ ખોલી નાખી છે. યોગ્ય પાણીના નિકાલના અભાવે ભરાયેલા વરસાદી પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડતા રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




