VIDEO: વરસાદી પાણી ભરાવા મુદ્દે મેયરનું નિવેદન
અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા અંગે મેયર હિતેશ બારોટે નિવેદન આપ્યું છે. મેયરે જણાવ્યું કે શહેરમાં ચાર ઈંચ જેટલો વરસાદ પ

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા અંગે મેયર હિતેશ બારોટે નિવેદન આપ્યું છે. મેયરે જણાવ્યું કે શહેરમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પાણીના નિકાલ માટે બેરેજના સાત દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. પાણી નિકાલની કામગીરી ઝડપી બનાવવા હડતાળ પર ગયેલા કર્મચારીઓને પણ ફરજ પર બોલાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.




