VIDEO: રથયાત્રા રૂટના નિરીક્ષણ બાદ મેયર એક્શનમાં: સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા
મેયરે રથયાત્રાના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથે વા

મેયરે રથયાત્રાના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે યાત્રાના માર્ગ પર તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રૂટ પર આવતા ભયજનક મકાનોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે, જ્યારે જે મકાનો વધુ ભયજનક હતા તેને ઉતારી લેવાયા છે અને ત્યાં સુરક્ષા માટે પતરા પણ લગાવાયા છે. યાત્રા દરમિયાન આ ભયજનક મકાનોની નીચે કોઈ વ્યક્તિ ઊભી ન રહે તેની તકેદારી રાખવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, મકાનો પર ગ્રીન કપડું બાંધવામાં આવ્યું છે જેથી કોઈ તેના પર ચડી ન જાય. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે માર્ગમાં નડતરરૂપ વૃક્ષોનું યોગ્ય ટ્રીમિંગ પણ કરી દેવામાં આવ્યું છે.




