VIDEO: મેયર અને પાલિકા કમિશનરે સ્થિતિનું નિરીક્ષણ કર્યું, ફાયર વિભાગની ટીમ બોટ સાથે તૈનાત
સુરત શહેરમાં અતિ ભારે વરસાદની આગાહી અને વર્તમાન પરિસ્થિતિને

સુરત શહેરમાં અતિ ભારે વરસાદની આગાહી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. સંભવિત પાણી ભરાવાની સ્થિતિ અને જોખમને પહોંચી વળવા માટે મેયર અને પાલિકા કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સલામતીના ભાગરૂપે આ વિસ્તારોના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. કોઈપણ આકસ્મિક આપત્તિ કે બચાવ કામગીરી માટે સુરત ફાયર વિભાગની ટીમોને જરૂરી સાધનો અને બોટ સાથે સ્ટેન્ડબાય અને તૈનાત રાખવામાં આવી છે જેથી નાગરિકોને સમયસર મદદ મળી રહે.




