VIDEO: ડાયમંડ સિટી સુરતના નવા મહિલા મેયર તરીકે માયાબેન માવાણીના નામ પર મહોર
સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામો પરથી આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે અન

સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામો પરથી આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે અને નવી ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ડાયમંડ સિટી સુરતના નવા મહિલા મેયર તરીકે માયાબેન માવાણીના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સુધાકર લોટન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.પાલિકાની સૌથી શક્તિશાળી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મોવડી મંડળે ફરી એકવાર વિશ્વાસ દર્શાવીને રાજન પટેલને રિપીટ કર્યા છે. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલાબેન શૈલેષભાઈ ત્રિપાઠીની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલી આ નવી અને સંતુલિત ટીમ આગામી અઢી વર્ષ માટે સુરત મહાનગરપાલિકાનું સુકાન સંભાળશે અને શહેરના વિકાસ કાર્યોને આગળ ધપાવશે.




