મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સ્પેશિયલ-26ની સ્ટાઈલમાં વેપારીના ઘરમાં EDની રેડ, પછી થઈ જોવી જેવી...

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં એક ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ-26ની જેમ રેડ પાડવા

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં એક ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ-26ની જેમ રેડ પાડવામાં આવી હતી. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ( ED)ના નકલી અધિકારીઓ બનીને એક બિઝનેસમેનના ઘરે રેડ પાડવામાં આવી હતી. જોકે, વેપારીને સર્ચ વોરંટ બતાવ્યા બાદ અધિકારીઓએ તેમનું કામ શરૂ કર્યું પરંતુ પછી વેપારીની સતર્કતાને કારણે નકલી અધિકારીઓ દરવાજો તોડીને ભાગી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મથુરાના રાધા ઓર્કિડ કોલોનીમાં રહેતા અશ્વિની અગ્રવાલના ઘરે નકલી EDની ટીમ પહોંચી હતી. તે પોતાના ઘરે પોતાની દિનચર્યા કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગેટ પર બેલ વાગ્યો હતો. જેના પછી તેઓ ગેટ ખોલવા ગયા હતા. જોકે, ગેટ ખોલતાની સાથે જ પોતાને EDના અધિકારી હોવાનો દાવો કર્યો હતો.

વેપારીને સર્ચ વોરંટ બતાવ્યા બાદ અધિકારીઓએ તેમનું કામ શરૂ કર્યું હતું. જોકે, વેપારીને રેડ પાડવા આવેલા અધિકારીઓ અસલી નહીં પણ નકલી હોવાની જાણ થતાં જ તેણે બૂમાબૂમ કરતા આ નકલી અધિકારીઓ રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. નકલી ED અધિકારીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. 

ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. SSP ઘટનાસ્થળે પહોંચ્યા અને બિઝનેસમેન અશ્વિની અગ્રવાલ સાથે વાત કરી અને ઘટનાની જાણકારી મેળવી. હાલ પોલીસ સીસીટીવીની મદદથી આરોપીને પકડવામાં વ્યસ્ત છે.

આ સમાચાર શેર કરો