મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં સંભવિત પૂર અને આપત્તિ સામે નાગરિકોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન તૈયાર.

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન

તસવીર: gstv

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકો અને પશુધનની સુરક્ષા માટે તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. NDRF અને SDRFની ટીમો સાથે સ્થાનિક પોલીસને બોટ અને યાંત્રિક સાધનો સાથે સજ્જ કરાઈ છે. નીચાણવાળા તથા સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકો અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. સ્થળાંતરિત નાગરિકો માટે ખોરાક, શુદ્ધ પાણી અને આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરાઈ છે. ધોરીમાર્ગો પર વાહનો હટાવવા ક્રેન તૈનાત કરાઈ છે અને સંદેશાવ્યવહાર માટે વિશેષ સિસ્ટમ કાર્યરત છે. તંત્ર દ્વારા નાગરિકોને જર્જરીત મકાનો અને નદી-નાળાથી દૂર રહેવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો