મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં ભડકો

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભા

તસવીર: gstv

 છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. વાહનવ્યવહારને માઠી અસર પહોંચવાની સાથે જ રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં શાકભાજી અને અન્ય જણસીઓની આવકમાં  ઘટાડો નોંધાયો છે. આવક ઓછી થતાં જ માંગ અને પુરવઠાનું સંતુલન બગડ્યું છે, જેના પરિણામે બજારમાં ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે... અમદાવાદ એપીએમસી ની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં 300 થી 400 વાહનોની આવક હતી  જે ઘટીને 250 થી 300 થઈ છે... આવક ઘટતા ભાવ ઉચકાયા છે ખાસ કરીને વેલા વાળા શાકભાજીના ભાવ વધુ વધ્યા છે..​ખેતરોમાં પાણી ભરાયા: સતત વરસાદથી ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે અને લીલોતરી શાકભાજી કોહવાઈ જવાની ભીતિ સર્જાઈ છે. વેપારીઓના મતે જો આગામી ૪ થી ૫ દિવસમાં વરસાદ વિરામ લેશે અને રસ્તાઓ ખુલ્લા થશે તો આવક પૂર્વવત થઈ શકે છે. જોકે, પાકને થયેલા નુકસાનને કારણે ભાવ સામાન્ય થવામાં હજુ પણ  સમય લાગી શકે છે..

આ સમાચાર શેર કરો