મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદના વસાણા નજીક કબાડીના ગોડાઉનમાં વિકરાળ આગ: સમગ્ર ગોડાઉન બળીને ખાખ થયું

આણંદના બોરસદ-ભાદરણ માર્ગ પર આવેલા વસાણા નજીક એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી

તસવીર: gstv

આણંદના બોરસદ-ભાદરણ માર્ગ પર આવેલા વસાણા નજીક એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગેની જાણ થતાં જ બોરસદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી અને વિકરાળ બની કે જોતજોતામાં આખું ગોડાઉન અને તેમાં રાખવામાં આવેલો તમામ  સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં મોટા આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો